ગ્રીષ્માએ સપનામાં કહ્યું તે, મમ્મી મારું અધૂરું ચિત્ર મારા મિત્ર જયનને કહેજે પૂરું કરીસુરતઃ સરથાણા સ્થિત તક્ષશીલા આર્કેડમાં 24 મેનાં રોજ થયેલી આગ દૂર્ઘટનાને છ મહિના જેટલો સમય વિતી ગયો છતાં આજે પણ આગ હોનારતમાં જીવતા હોમાયેલા 22 બાળકોનાં પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યા છે. તક્ષશીલા આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો પોતાની કળાને કેનવાસ પર કંડારનાર અદભૂત ચિત્રકારો હતાં. પરંતુ, ભ્રષ્ટ તંત્રનાં પાપે 22 ભૂલકાઓનાં અરમાન-સપના અધૂરા રહી ગયાં હતાં. આવી જ એક કલાકાર ગ્રિષ્મા ગજેરા દૂર્ઘટનાની અગાઉ એક ચિત્ર બનાવતી હતી. પરંતુ, તે અધૂરૂ રહી ગયું હતું. ગ્રીષ્માએ તેના માતાનાં સપનામાં આવી અધૂરી ચિત્ર તેના મિત્ર જયન ગોસ્વામીને પૂર્ણ કરવા જણાવ્યું હતું અને જયને પાંચ દિવસની મહેનત બાદ ચિત્ર પૂર્ણ કરી ચિત્રરૂપી ગ્રિષ્માને ફરી જીવંત કરી.
તક્ષશીલા દૂર્ઘટનાની આગલી રાત્રે જ તે ચિત્ર બનાવતી હતી. થોડા દિવસ અગાઉ ગ્રીષ્માએ સપનામાં કહ્યું તે, મમ્મી મારૂ અધુરૂ ચિત્ર મારા મિત્ર જયનને કહેજે પુરૂ કરી આપે. આ ચિત્ર મારી દિકરીની છેલ્લી નિશાની છે. – વિલાસબેન ગજેરા, ગ્રીષ્માનાં માતા
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.