– પાલિકાની સામાન્ય સભામાં દબાણ નહીં હટાવવા ની માંગણી બાદ
– વરાછા ધર્મનગર નજીક ગેરકાયદે ઊભા રહેતા લારીવાળાઓને હટાવવા જતા બબાલ: પોલીસ ઘટના સ્થળે
સુરત મહાનગરપાલિકાની ગઇકાલની સામાન્ય સભામાં ગેરકાયદે દબાણ નહીં હટાવવા માટેની ભાજપ કોંગ્રેસની માગણી બાદ આજે મહાનગર પાલિકાના દબાણ હટાવવા આવેલા કર્મચારી પર હુમલો કરાયો છે. વરાછા વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરીને ઊભા રહેતા લારીવાળાઓને હટાવવા જતાં પાલિકાના કર્મચારીઓની ઘેરી લેવાયા હતા.પાલિકાના કર્મચારીઓ પર હુમલાની ફરિયાદ વરાછા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે તો બીજી તરફ ગેરકાયદે દબાણ કરનારા એ રોડ પર બેસીને ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો.
સુરત મહાનગરપાલિકાની ગઇકાલની સામાન્ય સભામાં ભાજપના મહિલા કોર્પોરેટર રોડ પરથી હટાવવા માટેની માગણી કરી હતી. ભાજપના મહિલા કોર્પોરેટરોની આ માગણીને કોંગ્રેસના કોર્પોરેટર એ સમર્થન કર્યું હતું. આગામી દિવાળીના તહેવારોને કારણે બે મહિના સુધી દબાણ નહીં હટાવવા માટેની માંગણી કરવામાં આવી હતી. આ માંગણી બાદ આજે વરાછા વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવા ગયેલી મહાનગર પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.
વરાછાના ધરમનગર વિસ્તારમાં ગેરકાયદે દબાણને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય મહાનગર પાલિકાના કર્મચારીઓ આજે દબાણ હટાવવા માટે ગયા હતા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરતાની સાથે જ દબાણ કરનાર હવે પાલિકાના કર્મચારી પર હુમલો કર્યો હતો. હુમલા અંગેની જાણ પોલીસને કરાતા વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તો બીજી તરફ રોડ પર દબાણ કરીને ધંધો કરતા લારી વાળાઓએ રોડ પર બેસી ધરણા કર્યા હતા. હાલ ધંધો ચાલતો ન હોવાથી મહાનગરપાલિકા દબાણ દૂર કરવાની કામગીરી ન કરે તેવી માંગણી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.