શહેરમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઉત્તરોત્તર તેજી સાથે વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં લિંબાયત, સેન્ટ્રલ ઝોન બાદ સૌથી વધુ કેસ સૌરાષ્ટ્રીયન વિસ્તાર એવા વરાછા અને કતારગામ ઝોનમાં સામે આવ્યાં છે. જેને લઈને વરાછા-કતારગામ વિસ્તારમાં આવેલા સ્લમ પોકેટ સહિત ગીચતા ધરાવતા વિસ્તારો કોરોના એપી એપીસેન્ટર ન બને એ માટે ક્લસ્ટર જાહેર કરી દેવાયા છે. જો કે, વરાછા-કતારગામમાં કોરોના મીટર હજુ પણ થોભવાનું નામ લેતું નથી. ગુરુવાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો વરાછા ઝોન એ માં કુલ 115 કેસ અને કતારગામ ઝોનમાં 80 પર પહોંચ્યો હતો.
વરાછા કતારગામ ઝોનમાં પ્રથમ લોકડાઉનનાં છેલ્લા સપ્તાહ સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. જ્યારે બીજી તરફ, વરાછામાં કોઈ કેસ સામે નહીં આવતા લોકોમાં પણ ગંભીરતા જોવા મળી ન હતી. પરિણામે, હાલ શહેરનાં કુલ કેસોમાં વરાછામાં 14.7 ટકા અને કતારગામમાં 11.2 ટકા કેસ જોવા મળે છે. વરાછા-કતારગામ ઝોનમાં લોકડાઉનનાં બીજા તબક્કાથી શરૂ થયેલ કોરોના મીટર હજુ પણ એ જ ગતિએ આગળ વધી રહ્યું છે. જો કે, હાલ વરાછા-કતારગામમાં એવરેજ બે થી ચાર કેસની નોંધાઈ રહ્યાં છે. વરાછા-કતારગામમાં ડબલિંગ રેટ વધ્યો છે. પરંતુ, કેસોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે.
વરાછા ઝોન એ માં શરૂઆતના સપ્તાહમાં ખુબ તેજ ગતિએ કોરોના કેસોમાં વધારો નોંધાયો હતો. જેમાં એવરેજ બે થી ચાર દિવસનો ડબલિંગ રેટ રહ્યો હતો. હાલ, વરાછા ઝોનમાં ડબલિંગ રેટ વધ્યો છે. જો કે, પોઝિટિવ કેસોમાં વધારો યથાવત જ રહ્યો છે. જ્યારે લોકડાઉનનાં બીજા તબક્કામાં કતારગામ ઝોનમાં શરૂઆતનાં બે સપ્તાહ દરમિયાન ડબલિંગ રેટ ચાર દિવસનો રહ્યો હતો. હાલ ડબલિંગ રેટ વધી રહ્યો છે. પણ કેસો હજુ પણ નોંધાઈ રહ્યાં છે. જ્યારે બીજી તરફ, વરાછા ઝોન બી માં અત્યાર સુધીમાં કુલ 11 કેસો સામે આવ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.