સુરતના વરાછાની આ દીકરી પર ગર્વ છે! પાંચ લોકોને નવું જીવન આપીને દીકરીએ લીધા અંતિમ શ્વાસ

સુરતના વરાછા વિસ્તારમાં રહેલા પાટીદાર પરિવારની 12 વર્ષની કિશોરીએ પોતાના જીવનનાં અંતિમશ્વાસ લેતા પહેલા અંગદાન થકી પાંચ લોકોને નવું જીવન આપ્યું છે. જો કે ફ્લાઇટમાં ખામી સર્જાતા આ પરિવાર કિશોરીના હ્રદયનું દાન કરી શક્યો ન હતો. જે અંગે પરિવારે અફસોસ વ્યક્ત કર્યો હતો. સૌપ્રથમવાર અંગદાન માટે સુરતથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અને 2 કલાક 55 મિનિટમાં સુરતથી અમદાવાદ તેના અંગો લવાયા હતાં.

ગત 9 માર્ચના રોજ વરાછાના હીરાબાગ ખાતે આવેલી ગંગેશ્વર સોસાયટીમાં 12 વર્ષની યેશા રમતાં રમતાં અકસ્માતે ચાથા માળેથી પડી જતાં બેભાન થઇ ગઇ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયન વિવિધ રિપોર્ટસ કરાવ્યા બાદ ડોક્ટરે બ્રેઇન ડેડ જાહેર કરી હતી. જેથી યેશા ભલે સદેહે હાજર ન રહે પરંતુ તેના અંગો બીજાને નવજીવન આપી જાય તે માટે પરિવારને સમજાવવામાં આવ્યો હતો. પરિવાર દીકરીના અંગોનું દાન કરાવા માટે સહમત થયો હતો.

ત્રણ સંતાનો પૈકી યેશા વચેટ હતી
મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકના સારીંગપુર ગામના વતની ભરતભાઈ રાજાભાઈ માંગુકીયાને ત્રણ સંતાનો પૈકી 12 વર્ષની યેશા વચેટ હતી. ગત 9 માર્ચના રોજ સ્કૂલેથી આવ્યા બાદ સહેલીઓ સાથે રમતાં રમતાં તે અકસ્માતે ચોથા માળેથી નીચે પટકાઇ હતી. માથામાં ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે પી.પી. સવાણી હોસ્પિટલમાં અને ત્યારબાદ અન્ય વિનસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતીં.જ્યાં ડોક્ટરે તેને બ્રેઇન ડેડ જાહેર કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.