સુરત : સુરતના વરાછા વિસ્તાર માં આવેલ અમર જવેલર્સ માં ધોળે દિવસે 6 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી,ફાયરિંગ ની ઘટના માં 1 કર્મચારીને પેટ ના ભાગે ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનામાં જ્વેલરી શોરૂમના માલિક બતી ગયા હતા જ્યારે લૂંટારૂઓ પૈકીના એકને ભીડે ઝડપી પાડ્યો હતો ત્યારે પોલીસે આ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે.
અગાઉ પોલીસે આ કેસમાં વિજય કરપડા નામના સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ કરી હતી. વિજય પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો હતો ત્યારે આજે વિજયના સાગરિતા મહેન્દ્ર ઉર્ફે મેંદો, અને કપિલ ઉર્ફે બાવો ઝડપાઈ ગયા હતા.
પોલીસે બંને આરોપીઓનું મોબાલઇ ફોનના આધારે લોકેશન શોધી કાઢ્યું હતું. ગઢડામાં છૂપાયેલા આ બંને શૂટરોને પોલીસે ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી ફાયરિંગમાં ઉપયોગમાં લીધેલી પીસ્તોલ પણ કબ્જે કરી છે.
વાત કરીએ આ બનાવની તો વરાછા વિસ્તારના અમર જ્વેલર્સમાં બે દિવસ પહેલાં સાંજે માલિક નિતેશ ભાઈ વાવીયા પર ફાયરિંગનો પ્રયાસ થયો હતો. તે ટેબલ પાછળ છૂપાઈ જતા તેમને ઇજા થઈ નહોતી પરંતુ મેનેજર સંજયભાઈને ગોળી વાગી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.