સુરત: વરાછામાં ભાજપના કોર્પોરેટર ઉપર ફાયરીંગ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચે એકની મોડીરાત્રે ધરપકડ કરી

– જગદીશનગરના પોપડાની કરોડોની જમીનના વિખવાદમાં આ ફાયરીંગ કરાયું હોવાની શક્યતા

સુરતના વરાછા વિસ્તારમાં ગત સોમવારે રાત્રે ભાજપના કોર્પોરેટર ભરતભાઈ મોના ઉપર ફાયરીંગની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે ગત મોડીરાત્રે એકની ધરપકડ કરી હતી. જગદીશનગરના પોપડાની કરોડોની જમીનના વિખવાદમાં આ ફાયરીંગ કરાયું હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના વરાછા વિસ્તારના ભાજપના કોર્પોરેટર ભરત મોના ઉપર ગત સોમવારે રાત્રે વરાછા વર્ષા સોસાયટીમાં ફાયરીંગની ઘટનાની તપાસ ગત બુધવારે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચે વરાછાના હિસ્ટ્રીશીટરની અટકાયત કરી પુછપરછ કરવા સાથે કોર્પોરેટર અને તેમના ભાઈની પણ પુછપરછ કરી હતી અને તેમણે ત્રણેક બાબતો અંગે આશંકા વ્યક્ત કરતા તપાસ તે દિશામાં કેન્દ્રીત કરી હતી.

દરમિયાન, ક્રાઇમ બ્રાન્ચે ગુરુવારના રોજ નરેશ નામના વ્યક્તિ સહિત કુલ 8 વ્યક્તિની પુછપરછ કરી હતી અને તેમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્ત્વની કડી હાથ લાગી હતી. તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે હતું મોડીરાત્રે પશુપાલકનું કામ કરતા નરેશ માલસુરભાઇ ધગલ ( રબારી ) ( ઉ.વ.32 ) ( રહે. હાલ બ્‍લોક નં.93, સર્વે નં.35, જગદીશનગરનો પોપડો, લંબેહનુમાન રોડ, વરાછા, સુરત તથા 206,207 જગદીશનગર-1, ઘનશ્‍યામનગરની નજીક, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત. મુળ રહે. નવાગામ જાબુડા, તા.સાવરકુંડલા, જી. અમરેલી )ની ધરપકડ કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જગદીશનગરના પોપડાની કરોડોની જમીનના વિખવાદમાં આ ફાયરીંગ કરાયું હોવાનું બહાર આવ્યું છે. જોકે, ક્રાઇમ બ્રાન્ચ સત્તાવાર જાહેરાત આજે કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.