સુરતઃકોરોના વાઈરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે. દવા ન હોવાથી કોરોનાથી બચવા તકેદારી રાખવાનું કહેવાય રહ્યુ છે ત્યારે વરાછાની મીની બજાર ખાતે મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. રત્નકલાકારોને સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને મફતમાં લગગભગ 2 હજાર જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. મફતમાં મળતા માસ્ક લેવા માટે લોકોએ પડાપડી કરી મુકી હતી.
સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને અનોખી પહેલ કરી હતી. દુકાનમાં 50 રૂપિયામાં 3 અથવા તો 20 રૂપિયા જેવી ઊંચી કિંમતે વેચાતા માસ્ક લોકોએ મફતમાં આપ્યાં હતાં. માસ્ક લેવા માટે લોકો ખૂબ આવ્યા હોવાથી સેવાભાવિ સંસ્થાના લોકોએ દરેકને એક એક માસ્ક આપ્યું હતું. સાથે જ કોરોના વાયરસના કારણે ખોટો ભય દૂર કરી અફવાઓથી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે જ માસ્ક,સેનેટાઈઝર સાથે સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.