મોટરસાયકલ ઉપર આવેલો અજાણ્યો યુવાન સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગયા
સુરતના વરાછા બુટભવાની રોડ ખાતે એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર ગત બપોરે પત્ની સાથે સામેના ફ્લેટમાં રહેતા સાળાના ઘરે ચા પીવા ગયા હતા. તે દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલો અજાણ્યો યુવાન ઘરની જાળી ખોલી અંદર પ્રવેશી ચાંદીના દાગીના-રોકડ મળી રૂ.11 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફુટેજમાં આ હકીકત બહાર આવતા રત્નકલાકારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ અમરેલીના વતની અને સુરતમાં વરાછા બુટભવાની રોડ કેશવપાર્ક ફ્લેટ નં.101 માં રહેતા 40 વર્ષીય રત્નકલાકાર પંકજગિરી ભિખુગિરી ગૌસ્વામી ગત બપોરે 3 વાગ્યે પત્ની રેખાબેન સાથે તેમના જ ફ્લેટની સામેના ફ્લેટમાં રહેતા સાળા હસમુખગિરી ગૌસ્વામીને ત્યાં ચા પીવા ગયા હતા. પોણો કલાક બાદ તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે જતી વેળા બંધ કરેલી જાળી ખુલ્લી હતી અને અંદર લાઈટ ચાલુ હતી તેમજ લાકડાના ખાના ખુલ્લા હતા. રમી રહેલા બાળકોને પૂછતાં તેમણે ઘરે ન આવ્યાનું જણાવ્યું હતું. તપાસ કરતા ખાનામાંથી રૂ.5000 ની કિંમતનો ચાંદીનો કમરમા રાખવાનો જુડો અને રૂ.5000 ની કિંમતના ચાંદીના એક જોડી પગમાં પહેરવાના છડા તથા રોકડા રૂ.1000 મળી કુલ રૂ.11 હજારની મત્તાની ચોરી થયાની જાણ થઇ હતી.
આથી તેમણે એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો પીળા કલરનો શર્ટ સાથે સફેદ કલરના પટ્ટો તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરેલ 25 થી 30 વર્ષનો અજાણ્યો મોટરસાયકલ એપાર્ટમેન્ટની પાસે પાર્ક કરી દાદર ચઢી તેમના ફ્લેટની જાળી ખોલી અંદર પ્રવેશ્યો હતો અને રૂ.11 હજારની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે પંકજગિરી ગૌસ્વામીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.