એક સાથે આટલો મોટો જથ્થો દારુનો સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
News Detail
સ્ટેટ વિજિલન્સ ટીમ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેરસર ચાલતી પ્રોહિબિશન પ્રવૃત્તિઓ, દારુ, જુગાર વગેરે મામલે કડકાઈ દાખવવામાં આવી રહી છે ત્યારે વધુ કાર્યવાહી કરતા સુરતમાંથી મોટું દારુનું કેન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરતમાં ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ ટીમ ત્રાટકતા 21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ સાથે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો અનુસાર સુરતમાં ઓલપાડના કરમાળા ગામની હદમાંથી આ કન્ટેનર ઝડપાયું છે. બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે દરોડો પાડ્યો હતો. માહિતીના આધારે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ ટીમે વિદેશી દારૂ ભરેલું કન્ટેનરની વિગતો મળી હોવાથી આ રેડ કરાતા મોટો દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
આ કન્ટેનરમાંથી રૂ.21 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. હાલમાં કન્ટેનરના ડ્રાઈવર સહિત 3 લોકોની ધરપકડ કરી ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.