સુરતમાં વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવાની હિલચાલના મુદ્દે કર્મચારી-અધિકારીઓનો વિરોધ છે. રાજ્યના મુખ્યમંત્રીને આજે એક પત્ર ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિએ લખ્યો છે. કંપનીઓનું ખાનગીકરણ નહીં કરવાની માંગ મૂકવામાં આવી છે.
મુખ્યમંત્રીને લખવામાં આવેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષોથી ખોટ કરતી વીજ બોર્ડનું કંપનીકરણ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળની જીસેક (જનરેશન), જેટકો (ટ્રાન્સમિશન) અને ડિસ્કોમ (ડિસ્ટ્રીબ્યુશન) કંપનીઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું.
કંપનીઓના અધિકારીઓ અને કર્મચારીઓના અથાક પ્રયત્નોને કારણે સુધારાવધારા બાદ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રેવન્યુમાં 2005ની સરખામણીમાં અંદાજે ચાર ગણો વધારો કરી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન (ટી.એન્ડ ડી.) લોસીસ ઘટાડવામાં સફળ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.