સુરતના વરાછા વિસ્તારમાં જમીન પર કબજો, ખંડણી અને વોરા સમાજના અગ્રણી અને બિલ્ડરને ધમકી આપવા બદલ વસીમ બિલ્લાને તડીપાર કરવામાં આવ્યો હતો. તડીપાર થયેલો વસીમ રાત્રીના સમયે નવસારીના છાપરા રોડ પર મણીનગર પાસેથી કારમાં પસાર થતો હતો ત્યારે વસીમની કારને ચાર જેટલા ઇસમોએ અટકાવી હતી અને તેની કાર પર ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ ફાયરીંગ દરમિયાન એક ગોળી વસીમને છાતીના ભાગે લગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલા વસીમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન વસીમનું મોત નીપજ્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર પાંચ કરોડ રૂપિયાની લેતી દેતી મામલે વસીમની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વસીમ બિલ્લા સુરતના કુખ્યાત નાસૂર સુરતી અને તેના ભાઈની ગેંગ સાથે સંક્લાયેલો હતો. આ ઉપરાંત તેને તળીપાર કર્યા બાદ તે નાવારીમાં રીંગરોડ પર આવેલા એક એપાર્ટમેન્ટ તેના પિતાની સાથે રહેતો હતો.
વસીમના મર્ડર મામલે નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વસિલ બિલ્લાનું બોડી બિલ્ડીંગમાં પણ ખૂબ સારું નામ હોવાથી તેને બોલીવુડના ઘણા કલાકારોની સાથે કામ પણ કર્યું છે. તેને બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાન, ટાઇગર શ્રોફ સહિતના એકટરો સાથેના ફોટો પણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.