મોટા વરાછા વિસ્તારની ડેન્ટીસે શનિવારે સવારે ઘરમાં બ્લડ પ્રેશરની 100 જેટલી ગોળીઓ ખાઈ લેતા હોસ્પિટલના બિછાને સારવાર દરમિયાન મોતને ભેટી હતી. દસ દિવસ અગાઉ તેણીના છૂટાછેડા થતા તણાવમાં રહેતી હતી અને દરમિયાન શનિવારે તેણીએ જીવનલીલા સંકેલી લીધી હોવાનું ઉત્રાણ પોલીસ જણાવી રહી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ મોટા વરાછા સ્થિત આનંદધારા સોસાયટીમાં રહેતી રેશ્માબેન ગજેરા (ઉં.વ.29) ડેન્ટીસ હતી અને શનિવારે સવારે રેશ્માબેને ઘરમાં બ્લડ પ્રેશરની ૧૦૦ જેટલી ગોળીઓ ખાઈ લીધી હતી અને જેની જાણ થતા પરિવારના સભ્યોએ રેશ્માબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, ટૂંકી સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું હતું. ઉત્રાણ પોલીસે જણાવ્યું હતું કે, મૃતક રેશ્માબેનના સાડા ચારેક વર્ષ પહેલા લગ્ન થયા હતા.
જોકે, છેલ્લા બે વર્ષથી રેશ્માબેન અમરેલી ખાતે મામાના ઘરે રહેતી હતી. ત્યારબાદ દોઢેક માસ અગાઉ આનંદધારા સોસાયટીમાં ભાઈના ઘરે રહેવા આવી હતી અને ડેન્ટીસના ક્લિનીક પર જોબ શરૂ કરી હતી. દરમિયાન દસેક દિવસ અગાઉ તેણીના છૂટાછેડા થયા હતા. જેને લીધે તણાવમાં આવી તેણીએ બ્લડ પ્રેશરની ૧૦૦ જેટલી ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની શક્યતા છે, એમ પોલીસે જણાવ્યું હતું..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.