સુરતઃ પુણાગામ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલા મનપાના કર્મચારીઓ પર કાઉન્સિલર (કોર્પોરેટર)સોનલ દેસાઈએ ઉપરા છાપરી તમાચા ઝીંકીં દેતા મામલો તંગ બનાવ્યો હતો. કોર્પોરેટરની ઉશ્કેરણીથી લારીવાળાઓએ પણ હુમલો કરતાં બે કર્મચારીઓને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.કોર્પોરેટર દ્વારા સર્જવામાં આવેલા બખેડાનોવીડિયો વાઈરલ થયો હતો.
પુણા વિસ્તારમાં યોગી ચોક નજીક મહાલક્ષ્મી માર્કેટ સામે ગજાનંદ સોસાયટી બહાર કિરણ ચોકમાં મનપાના દબાણ ખાતા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવીહતી. રોડ પર લારીઓ ઉભી રહેતા ચક્કાજામ સર્જાતો હતો. શાકભાજી વિક્રેતાઓ સામે ફરિયાદો ઉઠી હતી. જેના ભાગરૂપે મનપાના કર્મચારીઓ દબાણ હટાવવા પહોંચ્યાહતાં. મનપાના કર્મચારી પ્રતિક પટેલ તેમજ મહેન્દ્ર પાટીલને દબાણ હટાવતા પહેલ જ મહિલા કાઉન્સિલર સોનલ દેસાઈએ કોલર પકડી માર માર્યો હતો. નગર સેવિકા સોનલ દેસાઈના આ વર્તનના કારણે મનપાનો સ્ટાફ ડઘાઈ ગયો હતો.
મહિલા કાઉન્સિલરે માર મારતાં લારીવાળા ઉશ્કેરાયા હતાં.લારીવાળા ગેલમાં આવી જઈને રકઝક દરમિયાન ટોળાએ મનપાના કર્મચારીઓને માથા અને કમરના ભાગે ઈજા પહોંચાડી હતી. જેથી તેમને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.