સુરતમાં થર્ટી ફર્સ્ટે રોકડી કરવા ભંગારીયાએ ગોડાઉનમાં દારૂનો સ્ટોક કરી દીધો

સચીન GIDCમાં રાકેશ વાછાણીએ બોબીન માટે ભાડે રાખેલા ગોડાઉનમાંથી રૂ.1.50 લાખની દારૂની બોટલો પકડાઈ

સચીન જીઆઇડીસીના એક ગોડાઉનમાં સ્થાનિક પોલીસે છાપો મારી થર્ટી ફર્સ્ટ માટે સંગ્રહ કરાયેલા દારૂનું ગોડાઉન ઝડપી પાડયું હતું. ભંગારીયાએ થર્ટી ફર્સ્ટમાં રોકડી કરવા રૂ.1.50 લાખના દારૂનો સંગ્રહ કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સચીન જીઆઇડીસી પોલીસે મળેલી બાતમીના આધારે આજે મળસ્કે સચીન જીઆઈડીસી રોડ નં.2 પ્લોટ નં.2204 માં આવેલા ગોડાઉનમાં છાપો મારી રૂ.1,50,150 ની કિંમતની દારૂની 251 બોટલ કબ્જે કરી સ્થળ ઉપરથી રાકેશ ધનજીભાઈ વાછાણી (ઉ.વ.32, રહે, 359/360, ક્રિષ્ણા રો હાઉસ, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સચીન, સુરત. મૂળ રહે.ભેંસાણ, જૂનાગઢ ) ને ઝડપી લીધો હતો. સચીન જીઆઈડીસીમાં જ ભંગારનો ધંધો કરતા રાકેશે બોબીન માટે ગોડાઉન ભાડે રાખી થર્ટી ફર્સ્ટમાં રોકડી કરવા દારૂનો જથ્થો મૂકી રાખ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.