સુરત / આગમાં પરિવાર ભડથું થઈ ગયું હતું,45 દિવસની હેનીને બચાવવા લિંબાચિયા દંપતીએ ઘરવખરી પણ વેચી નાખી

સુરતઃ આઠ મહિના પહેલાં મોટા વરાછા નજીક વેલંજામાં ગેસ લિકેજમાં ફલેશ ફાયરથી પ્રચંડ વિસ્ફોટ બાદ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં 45 દિવસની દીકરી ‘હેની’ સહિતઅમરેલીના કોલડીયા પરિવારના 6 સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતાં. આ ઘટનામાં 6 પૈકી 4 જણાં મોતને ભેટતા 45 દિવસની હેનીએ મોટા ભાઇ, નાની અને માતા-પિતાની છત્રછાયા ગુમાવીદીધી હતી.

બાળકી જીવવાનું કારણ બની ગઈ

માસૂમ હેનીના જીવનમાં અંધકાર છવાઇ ગયો હતો. દુર્ઘટનામાં હેનીનો ચહેરો એટલી હદે બળી ગયો હતો કે તે જીવશે કે નહીં તે કહેવું પણ મુશ્કેલ હતું. એટલું જ નહીં પણ તેની સારવાર પણખર્ચાળ પુરવાર થશે તેવી વાત તબીબોએ કરી હતી. આગની દુર્ઘટનામાં પુરો પરિવાર ખત્મ થઇ ગયા બાદ આ કરૂણાંતિકા પાછળ માસુમ હેની સિવાય કોઇ રડવા વાળો પણ ન બચ્યો હોય ત્યારેતેની સારવાર અને ભવિષ્ય વિશે તો કંઇ કહેવું પણ અઘરું હતું. દુનિયાની કડવી વાસ્તવિકતાથી અજાણ માસૂમ હેનીની તે સમયે સંભાળ લેવા કોઇ તૈયાર ન હતું તેવામાં માસુમ હેનીના પિતાનામિત્ર ફરીસ્તા બની આવ્યાં અને માંડ સવા મહિનાની બાળાને દત્તક લીધી. આઠ મહિના બાદ હેની ફરી એક વખત ખિલ-ખિલાટ કરતી જોવા મળી રહી છે. હેનીના પાલક માતા-પિતાને તેણીએ10 વર્ષની સંતાન પ્રાપ્તિની ખેવના પણ પૂર્ણ કરી દેતા તે લિંબાચિયા દંપતી માટે જિંદગી જીવવાનું કારણ બની ગઇ છે. હેનીની સારવારમાં પડી રહેલી હાલાકીના લીધે માતા-પિતા હવેલાડકવાયીને તબીબ બનાવવાની તૈયારીમાં જોતરાઇ ગયા છે.

દિવાસળી ચાંપતા જ આગ લાગી

16મી જાન્યુઆરી-2019નો દિવસ મુળ અમરેલીના હાલ કામરેજના વેલંજાની કામધેનુ સોસાયટીમાં રહેતા કોલડીયા પરિવાર માટે કાળો દિવસ હતો. ભાવેશ કાળુ કોલડીયા અને પત્ની દક્ષાબેનબીજા સંતાનમાં દીકરી આવવાથી ખુબ ખુશ હતાં. ઘરમાં ગેસ સિલિન્ડર ન હોવાથી નજીકમાંથી ગેસ બોટલ લઇ આવ્યાં હતાં. સવારે ચા મુકવા દક્ષાબેન કિચનમાં ગયા ત્યારે ભાવેશભાઇ બજારજવાની તૈયારી કરી રહ્યાં હતાં. 5 વર્ષનો દીકરો નિરવ અને સાસુ કપિલા બેન પણ ઓરડામાં હતાં અને 45 દિવસની હેની પલંગ ઉપર સૂઇ રહી હતી. દિવાસળી ચાંપતાં જ ગેસ લીકેજના લીધેફ્લેશ ફાયરથી પ્રચંડ ધડાકા સાથે આગ પ્રસરી ગઇ હતી. જેમાં તમામ સભ્યો લપેટમાં આવી ગયા હતાં. ભાવેશભાઇએ માસુમ હેનીને બચાવવા તેની ઉપર ઢાળ બનીને સુઇ ગયા હતાં પણ તેનોચહેરો ગંભીર જ્વાળાના લીધે બળી ગયો હતો.

હેનીની માતાની અંતિમ ઇચ્છા

કોલડીયા પરિવારના તમામ લોકોને કતારગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ દરમ્યાન ભાવેશભાઇના પત્નીદક્ષાબેનને મોત નજીક લાગતા તેમણે પોતાના પતિના મિત્ર અને વરાછાના મારુતિ કોમ્પ્લેક્ષમાં રહેતાં નિલેશ બાબુભાઇ લિંબાચીયા માસુમ હેનીની સંભાળ રાખે તેવી અંતિમ ઇચ્છા વ્યકત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.