રત્નકલાકારનું ટુંકી સારવારમાં મોત નીપજ્યું
મહિને માત્ર 10 હજારનું જ કામ થતું હતું
સુરતઃ આર્થિક ભીંસને કારણે રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. રત્નકલાકારે ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન કરીને કહ્યું હતું કે, હું કંટાળી ગયો છે અને દવા પીધી છે. ત્યારબાદ રત્નકલાકારને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
બીઆરટીએસ કેનાલ રોડ પર ઝેરી દવા પીધી
સરથાણાની શ્યામધામ સોસાયટી ખાતે રહેતા 30 વર્ષીય રાજુ નટવર ખેનીએ બીઆરટીએસ કેનાલ રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ રાજુભાઈ મોતને ભેટ્યા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, રાજુએ ઝેરી દવા પીધા બાદ સંબંધીને ફોન પણ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસના કારણે આકરું પગલું ભર્યું હતું.
15 વર્ષથી હીરામાં કામ કરતા હતા
રાજુભાઈ ખેની છેલ્લા 15 વર્ષથી હીરામાં કામ કરતા હતા. મહિને 25 હજારનું કામ કરતા રાજુભાઈને છેલ્લા કેટલાક મહિનાથી મહિને માત્ર 10 હજારનું જ કામ થતું હતું. જેથી આર્થિક સંકડામણ આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.