સુરતમાં બેફામ ગુંડાગર્દી, ખુલ્લેઆમ બુટલેગરોનો ગોળીબારઃ એક નિર્દોષ યુવાનનું મોત

રાજ્યમાં એકબાજુ દારૂ મુદ્દે દંગલ થઈ રહ્યુ છે ત્યારે બુટલેગરો ખુલ્લેઆમ બબાલ કરતા જોવા મળી રહ્યા છે. સુરતમાં બે બુટલેગરોએ ખુલ્લેઆમ ફાઈરિંગ કર્યુ હતુ જેમાં એક નિર્દોષ યુવાનનું મોત થઈ ગયુ છે. તંત્રની સબસલામતની પોલ ત્યારે સામે આવે છે જ્યારે આવા ગુંડારાજ સરેઆમ ગોળીબાર કરે છે અને તેમાં નિર્દોષ પ્રજાએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. દારૂબંધીની વાતો ખાલી વાતો જ છે. બુટલેગરોને ના સરકારો ડર છે ના કાનૂનો. તેઓ બેફામ બન્યા છે. 

દારૂબંધીની સુંવાળી વાત પર રાજ્યમાં ઘમાસાણ છે ત્યારે દારૂબંધીના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. બે બુટલેગર ગેંગે ખુલ્લેઆમ એક બીજા ઉપર ગોળીબાર કર્યો હતો એટલુ જ નહીં પણ આ ગોળીબારમાં એક નિર્દોષ યુવાનનું ગોળી વાગવાથી મોત પણ થયુ છે.

સુરતના પલસાણામાં વિસ્તાર બે બુટલેગર ગેંગ વચ્ચે બબાલ થઈ હતી જેને પગલે બંને સામસમે ગોળીબાર કર્યો હતો. દેશી તમંચામાંથી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. આ ગોળીબારમાં સ્થાનિક યુવકનું મોત થયુ હતુ. બંને બુટલેગરો ઓડિયાવાસી છે.

સુરતના પલસાણાના જોળવા ગામે ઓડિસા વાસી બુટલેગરોના ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ અને એક બુટલેગરે પોતાનો સાગરિત બોલાવીને ગોળીબાર કરાવ્યો હતો જેમાં એક નિર્દોષ યુવાનનું મોત થયુ હતુ. બુટલેગરે 3 તમંચાથી અન્ય બુટલેગર પર કર્યું 5 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ.

મોહન પરિડા અને બન્નો માલિયા નામના બુટલેગરો વચ્ચે ઝઘડો થયો હતો સામાન્ય બોલાચાલી મારામારી અને પછી ગોળીબાર સુધી પહોંચી ગઈ હતી. આ ઝઘડામાં ઘટનાસ્થળથી પસાર થઈ રહેલા સ્થાનિક યુવાનને છાતીમાં 3 ગોળીઓ વાગી હતી જેને પરિણામે તેનું મોત થયુ હતુ. બે ગુંડાઓની બબાલમાં નિર્દોષ યુવકનો જીવ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.