સુરતમાં કાર-બંગલો લઈ આપવાના સપના બતાવી પરિણીતા પર દુષ્કર્મ આચરનાર જમીન દલાલની ધરપકડ

સુરતઃ કાર-બંગલો લઈ આપવાના સપના બતાવી પરિણીતાનું શારીરિક શોષણ કરનાર જમીન દલાલની દુષ્કર્મના ગુનામાં ધરપકડકરી છે. દલાલે પરિણીતાના બિભત્સ ફોટો ટેલીગ્રામમાં મૂક્યા હતા.

પરિણીતાના બિભત્સ ફોટો જમીન દલાલે પાડી લીધા હતા

અડાજણ-પાલ રાજ કોર્નરની નજીક સત્કાર રેસીડન્સીમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા અનિલ ઈશ્વર કોઢિયા(સોની)એ 40 વર્ષની પરિણીતાને કાર-બંગલો લઈ આપવાના સપના બતાવીને તેનું શોષણ કર્યું હતું. પરિણીતાને 3 મહિનામાં કાર-બંગલો લઈ આપવાની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો એટલું જ નહીં પરિણીતાના બિભત્સ ફોટો જમીન દલાલે પાડી લીધા હતા.

દુષ્કર્મ અને આઈટી એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી

પરિણીતાને તેની સાથે સંબંધ તોડી નાખતા પરિણીતાના બિભત્સ ફોટો તેના જ ટેલીગ્રામના એકાઉન્ટમાં મોકલી આપ્યા હતા. પરિણીતાએ આ ફોટોના સ્કીન શોર્ટ પાડી લીધા હતા. શનિવારે પણ પરિણીતા ઘરેથી નીકળી તો દલાલે પીછો કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છેવટે પરિણીતાએ અડાજણ પોલીસમાં જમીન દલાલ સામે ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે જમીન દલાલ અનિલ કોઢિયા(સોની) સામે દુષ્કર્મ અને આઈટી એક્ટનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.