ગુજરાતમાં ગઇકાલે 24 કલાકના 3280 નવા કોરોનાના કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે સુરત શહેરમાં 615 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 196 કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિતના અધિકારીઓની સુરતમાં બેઠક યોજાઇ હતી.
ધારાસભ્ય હર્ષ સંઘવીએ હોસ્પિટલની કામગીરી શરૂ કરાવી છે. 200 બેડની હોસ્પિટલની નિર્માણ કામગીરી શરૂ કરાવી છે. 72 કલાકમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા કામગીરી શરૂ કરાઇ છે. આવતીકાલે 100 બેડની સુવિધા તૈયાર કરી દેવાશે.
200 બેડની હોસ્પિટલની નિર્માણ કામગીરી શરૂ કરાવી છે. 72 કલાકમાં 200 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા કામગીરી શરૂ કરાઇ છે.
સિવિલ અને સ્મીમેરમાં 883 દર્દીઓ ગંભીર છે. જેમાં સિવિલમાં 694 પૈકી 609 દર્દી ગંભીર છે. જ્યારે 13 વેન્ટિલેટર, 110 બાઈપેપ, 486 દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. તો સ્મીમેરમાં 289 પૈકી 274 દર્દી ગંભીર છે.
સિવિલ અને કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં જથ્થો રિઝર્વ રખાશે. ખાનગી હોસ્પિટલને પડતર કિંમતે ફાળવાશે. તેમજ ખાનગી હોસ્પિટલે ઇન્જેક્શન મેળવવા ઇ-મેલ કરવાનો રહેશે. આ ઇ-મેલ covid19.inj2021@gmail.com પર કરવાનો રહેશે.
સૌથી વધુ સુરત અને અમદાવાદમાં સ્થિતિ બેકાબુ બની રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ 17,348 એક્ટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 171 લોકો વેન્ટિલેટર પર છે અને 17,177 લોકો સ્ટેબલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.