સુરતમાં કોરોનાના કેસમાં જોવા મળ્યો ઘટાડો,કોરોના મત્યું આંકમાં પણ નોંધાયો ઘટોડો

સુરતની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઘટોડો જોવા મળી રહ્યો છે. સિવિલ અને સ્મીમેરમાં હાલ 556 દર્દીઓની હાલત ગંભીર છે જ્યારે સિવલમાં 387માંથી 363 દર્દીઓની સ્થિતિ ગંભીર છે જ્યારે સ્મીમેરમાં 209માંથી 193 દર્દીઓ ગંભીર જણાઈ રહ્યા છે.

આમ સુરતમાં પોઝિટિવ આવલા દર્દીઓના ડિસ્ચાર્જ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, બીજી તરફ સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ ઘટી રહ્યી છે પરંતુ કોરોનાની ત્રીજી વેવ આવી શકે છે એને અવગણી શકાય નહી.

બીજી તરફ સુરતના રાંદેર, અઠવા, અને કતારગામમાં સૌથી વધુ એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. સુરતમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 11,613 છે. મંગળવારે શહેરમાં 08 અને જિલ્લામાં 05 મળી શહેર જિલ્લામાં 13 કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 1907 થઈ ગયો છે.

અનેક જિલ્લાઓમાં મ્યુકર માઈકોસિસના કેસ જોવા મળી રહ્યા છે મ્યુકર માઈકોસિસથી દર્દીના આંખ, નાક અને મગજ ઉપરાંત દાંત પર ગંભીર અસરો થાય છે રેમડેસિવિર, ટોસીલીઝુમેબની ઈન્જેક્શન અને સ્ટિરોઈડના સારવાર દરમિયાન ઉપયોગને લીધે તેની આડઅસર થતી હોય છે જેને કારણે મ્યુકરમાઈકોસિસના કેસમાં વધારો  જોવા મળી રહ્યો છે, શહેરમાં મ્યુકરમાઈકોસિના દર્દીઓ વધ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં જ મ્યુકર માઈકોસિસના 15 દર્દીઓ દાખલ કરાયા છે જેમાં 10 દર્દીઓની હાલત ગંભીર જણાઈ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.