સુરત પોલીસને ફરિયાદ મળી હતી કે ગરબા આયોજકો પાણીની બોટલ સુદ્ધાં અંદર લઇ જવા દેતા નથી. અંદર પાણીની કોઇ વ્યવસ્થા હોતી નથી. જો પાણી લેવું હોય તો રૂ. 10ની બોટલના રૂ. 50 આપવા પડે છે. આ ફરિયાદ મળતા જાગેલી પોલીસે તરત જ જાહેરનામું બહાર પાડ્યું છે. અધિક પોલીસ કમિશનર એચ.આર. મૂલિયાણાએ તમામ આયોજકોને જાણ કરી છે કે તેઓ નફાખોરી બંધ કરે.
પોલીસે જણાવ્યું છે કે તેઓ 10 રૂપિયાની બોટલ 50 રૂપિયામાં વેચી શકે નહીં. તેમણે હવેથી પાણીની બોટલ વ્યાજબી ભાવે વેચવાની રહેશે. આ ઉપરાંત પાણીની બોટલ અંદર લઇ જવાની છૂટ આપવી પડશે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તમામ આયોજકોએ પીવાના શુદ્ધ પાણી સગવડ આપવી પડશે. આમ, પણ નિયમ મુજબ કોઇપણ જગ્યાએ ખાણીપીણીના સ્ટોલની જો પરવાનગી અપાઇ હોય તો પીવાના પાણીની સગવડ કરવી આવશ્યક છે પરંતુ નફાખોરી કરતા આયોજકો પાણીમાંથી સૌથી વધુ નફો કરતા હોય છે. રૂ. 7ની પાણીની બોટલ રૂ. 50માં વેચીને ભારે નફો કરે છે.
પોલીસ જાહેનામું તો બહાર પાડ્યું છે પરંતુ તેની સાથે હવે તેનો અમલ થાય છે કે નહીં તેનું સતત ચેકિંગ કરે તે જરૂરી છે. આ ઉપરાંત ખૈલેયાઓએ પણ જાગરૂક બનીને જો તેમની સાથે લૂંટફાટ થતી હોય તો ફરીથી પોલીસને ફરિયાદ કરવી જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.