સુરત: સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી હોય તેમ દિવસેને દિવસે હત્યા સહિતના બનાવો બની રહ્યા છે. મોડી રાત્રે ગરબા જોઈને પરત આવતા યુવાનને અમરોલી ચાર રસ્તા પર કોઈએ ચપ્પુ મારીને ઈજાગ્રસ્ત કર્યો હતો. તેણે તેના કાકાના ઘરે જઈને કહ્યું હતું કે મને ચપ્પુ માર્યું છે. ત્યારબાદ તેના કાકા તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ગઈકાલે મોડી રાત્રે 1 વાગ્યાના અરસામાં અમરોલી ચાર રસ્તા પાસે રાજનકુમાર ઉત્તમભાઈ પજીયાર (ઉ.વ. 19 રહે અમરોલી રંગનગર) શરીરમાં ચપ્પુ ઘુસાડેલી હાલતમાં તેના કાકાના ઘરે ગયો હતો. તેણે ચપ્પુ માર્યું હોવાનું જણાવતા તેના કાકા તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સારવાર મળે એ પહેલા જ તેનું મોત નિપજ્યુંહતું. ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરતા પજીયાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
યુવાન કેન્ટિનમાં કામ કરતો
મૂળ બિહારનો રાજન સુરત શહેરમાં આવેલી એક કેન્ટિનમાં કામ કરતો હતો. તેના પિતા કરિયાણાની દુકાનમાં કામ કરે છે. પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે. પોલીસને હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું આશંકા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.