સુરતમાં ગોઝારો અકસ્માત: ડિંડોલી બ્રિજ પર સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનું કરૂણ મોત

સુરતમાંથી અવારનવાર સિટીબસના અડફેટે લોકો પોતાના જીવ ગુમાવતા હોવાના અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. ત્યારે આજે ફરીએકવાર સુરતમાં વહેલી સવારમાં ગોજારો અકસ્માતની ઘટના સામે આવી છે.

સુરતના ડિંડોલીના બ્રિજ પર સિટી બસે બે બાઇકને અડફેટે લીધી હતી. જેમાં કુલ 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં જેઓ ભોગ બન્યા છે તેમાં બે નાના બાળકો તથા એક કાકાનો સમાવેશ થાય છે.

સુરતમાં બનેલી ગોજારી ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના ડિંડોલી બ્રિજ પરથી એક બાઇક પર એક યુવક પોતાનાં કાકા ત્રણ બાળકોને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કલ્યાણજી વિથથલ મહેતા શાળામાં લઇ જતા હતાં. ત્યારે જ સામેથી એકદમ પુરપાટ સ્પીડે સિટી બસે તેમણી બાઇકને ટક્કર મારી હતી.

આ ઘટના બાદ બાઇક રોડ પર ઘસડાયું હતું. બ્રિજ પર અકસ્માતમાં ઘટનાસ્થળે જ બાઇક પર સવાર ચારમાંથી ત્રણનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય એક બાઇક સવાર યુવાનને પણ ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.