હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો છે. છેલ્લા ત્રણ માસથી આર્થિક સંકળામણ અનુભવી રહેલા રત્નકલાકારે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મૃતકને સંતાનોમાં એક દીકરો અને એક દીકરી હોવાનું માલુમ પડ્યું છે.
સરથાણા વિસ્તારમાં રહેતા જયેશ શિંગાળા નામના રત્ન કલાકારે આર્થિક સંકળામળને પગલે આપઘાત કરી લીધો છે. એવી માહિતી મળી છે કે સુરતની કિરણ જેમ્સ નામની ડાયમંડ પેઢીમાં કામ કરતા રત્ન કલાકારને ત્રણ મહિના પહેલા છૂટો કરવામાં આવ્યો હતો. જે બાદમાં કામની શોધ માટે તે ઠેર ઠેર ભટક્યો હતો. જોકે, હીરા ઉદ્યોગમાં હાલ મંદી ચાલી રહી હોવાથી તેને કામ મળ્યું ન હતું. જે બાદમાં તેણે ઝેરી દવા ગટગટાવીને પોતાનાં જીવનનો અંત આણ્યો હતો.
રત્ન કલાકારે ઝેરી દવા ગટગટાવી લઈને પોતાના ભાઈના મોબાઇલ પર આ અંગેનો વીડિયો મોકલ્યો હતો. પરિવારને જાણ થતાં યુવકને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમં ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર પહેલા જ તેનું મોત થયું હતું. આપઘાત પહેલા યુવકે સોસાયટી બહાર જતો એક વીડિયો બનાવ્યો હતો. આ બનાવ સરથાણામાં યોગીચોક પાસે આવેલી તિરુપતિ સોસાયટીમાં બન્યો હતો. મૃતક યુવક ગઢડાના પીપળીયા ગામનો હોવાનું મામલુ પડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.