સુરતમાં રાત્રી કરફ્યૂ દરમ્યાન, પોલીસે ચેકિંગ કરીને આશરે, 450થી વધુ લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડા

થર્ટી ફર્સ્ટની રાત્રિએ સુરતમાંથી પોલીસે 400થી વધુ પીધ્ધડોને પકડી પાડ્યા હતાં.  રાજ્ય સરકારે રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરફ્યૂ મૂકી દીધો હતો. તેમ છતાં પણ થર્ટી ફર્સ્ટની રાત્રે 2020ની વિદાય અને નવા 2021ના વર્ષની ઉજવણી કરવા માટે લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા. તેમાં પણ નશો કરનારાઓની સંખ્યા પણ મોટી હતી.

સુરતની નવી સિવિલ હોસ્પિ.માં 200 જેટલા પીધ્ધડો અને મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંથી 200 જેટલા પીધ્ધડને પકડી લેવાયા હતા. આ તમામને રાત્રિના સમયે જ મેડિકલ તપાસ માટે લવાતાં મોટી સંખ્યામાં નશાખોરોને કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડ્યા હતા.

રેન્જ પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ 1900 લોકોને પકડી પાડ્યા હતા. આ તમામ દારૂ પીધેલી હાલતમાં પોલીસને મળી આવ્યા હતા. પોલીસ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં વ્યસ્ત રહી હતી અને ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની રેલમછેલ ઊડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.