સુરતના વેડરોડમાં સોસાયટીમાં રહેતા યુવાને બિસ્કિટની લાલચ આપી સોસાયટીના કિશોર સાથે બદકામ આચર્યું હતું. જોકે, કિશોરે સમગ્ર ઘટના અંગે પરિવારના વાત કરતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.
સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતા શ્રમજીવીનો 13 વર્ષીય પુત્ર ગત સાંજે પોતાના ઘર નજીક રમતો હતો. આ સમયે સોસાયટીમાં રહેતો અને મજૂરી કામ કરતો 23 વર્ષનો યુવાન પરેશ સંજયભાઈ કોષ્ટી તેની પાસે આવ્યો હતો અને તેને પોતાની બાઈક પર બેસાડીને સોસાયટીની અલગ અલગ ગલીયોમાં ફેરવ્યો હતો. જે બાદમાં યુવક તેને માખણીયા બિસ્કિટ લેવા માટે દુકાને લઇ ગયો હતો.
બિસ્કિટ લીધા બાદ યુવક તે કિશોરને તેના ઘરની સામે આવેલા ઘરની અગાસીના ટોયલેટમાં લઈ ગયો હતો. અહીં તેણે તરુણ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે બાદમાં કિશોરને બે ત્રણ તમાચા મારીને તેની પાસે બળજબરીથી મુખમૈથુન પણ કરાવ્યું હતું.
કિશોર ત્યાંથી નીકળીને પોતાના ઘરે પહોંચ્યો હતો અને તેના પરિવારના લોકોને સમગ્ર હકીકત જણાવી હતી. જે બાદમાં કિશોરના પરિવારજનો ચોકબજાર ખાતે દોડી ગયા હતા અને આરોપી સામે ફરિયાદ આપી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.