સુરતમાં મંદીનો માર : દશેરા છતાં વાહનોના શોરૂમમા કાગડા પણ ફરકતાં નથી!

ગત વર્ષની સરખામણીમાં ટુ-વ્હીલરનું વેચાણ 70%, બજેટ કારનું વેચાણ 60% અને લક્ઝરી કારનું 10% જ વેચાણ થયું.

દશેરાએ ગુજરાતમાં સૌથી વધારે ટુ-વ્હીલર અને ફોર વ્હીલરનું વેચાણ સુરત શહેરમાં થયું હોય છે. જોકે, આ વર્ષે ઓટોમોબાઇલ સેક્ટરમાં આવેલી મંદીને લઈને ગત વર્ષ કરતા વેચાણમાં 45%નો ઘટાડો નોંધાયો છે.

દશેરાને ગાડી ખરીદવાનું સારું મુહૂર્ત ગણવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો ગાડીઓ ખરીદતા હોય છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો દશેરાઓ શહેરમાં 1500 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું. જ્યારે 700 ફોર વ્હીલર વેચાઈ હોવાની સરકારી ચોપડે નોંધ ધઈ છે. છેલ્લા ચાર મહિનાથી ઓટોસેક્ટર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. આ વર્ષની વાત કરવમાં આવે તો ટુ-વ્હીલરનું વેચાણ 70% જેટલું, જ્યારે મધ્ય બજેટની ફોરવ્હીલર ગાડીનું વેચાણ 60 ટકા અને લક્ઝરી કારનું વેચાણ ફક્ત 10 ટકા થયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.