સુરતઃ રિંગરોડ સ્થિત આવેલી ટેક્સટાઈલ માર્કેટની બાજુમાં આવેલી સિલ્ક સિટી માર્કેટની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. જેના પગલે માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયોહતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે,વેન્ટીલેશનની સુવિધા ન હોવાથી ધુમાડો આખી માર્કેટમાં ભરાઈ ગયો હતો. હાલ ધુમાડો બહાર કાઢવાનાપ્રયાસો ચાલી રહ્યા છે.
સિલ્ક સિટી માર્કેટની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં માળીયામાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. કાપડમાં લાગેલી આગ તરત જ માળી સહિતની દુકાનમાં ફેલાઈ ગઈ હતી. જેથી આગની ઝપેટમાં સાડીઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.
સાડીના કાપડમાં આગ લાગી હોવાના પગલે ભારે ધૂમાડો ફેલાયો હતો. આગનો ધૂમાડો દૂર દૂર સુધી દેખાતો હતો. ધૂમાડાના પગલે આગ પર કાબૂ મેળવવામાં પણ ફાયરબ્રિગેડને મુશ્કેલીનો અનુભવ કરવો પડ્યો હતો. ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હોવાથી લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો.
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, સિલ્ક સિટી માર્કેટમાં આગ લાગી ત્યાં ફાયરના જવાનોએ ઓક્સિજનના માસ્ક અને બોટલ લઈને જવું પડ્યું હતું.સાથે ધૂમાડો વધુ હોવાથી જનરેટર શરૂ કરવા પડ્યાં હતાં. માર્કેટમાં વેન્ટીલેશન ન હોવાથી ધૂમાડો ન નીકળી શકતાં ફાયરબ્રિગેડ દ્વારા ધૂમાડાના નીકાલ માટે પણ પ્રયાસો કરવા પડ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.