સુરત : સુરતમાં (Surat) ભાઈબીજનાં દિવસે સ્વામિનારાયણ (Swaminarayan) ભગવાનની પાગડી લોકો માટે દર્શન માટે મુકવામાં આવતી હોય છે. સંવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ ભેટમાં આપ્યાં હતાં. જે આજે 194 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે. તેઓ આનું જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘડીનાં દર્શન સૌ કોઈને કરાવે છે.
આ પાઘડી આજથી 194 વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરેલી આ પાઘડી છે. 194 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને ભેટ આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિન સુધી સેવા કરી સાચવામાં આવી છે. પાઘડીની પાછળની ધાર્મિક વાયકા એમ છે કે, સંવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં. સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881નાં માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘડી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.