સુરત / છોટા રાજન ગેંગના ધર્મેન્દ્ર પંજાબી-અનિલ કાઠી ઓફિસમાં ઘૂસ્યા, બિલ્ડર ન મળતા ફોન કરી કહ્યું 10 લાખ આપ નહીં તો હત્યા કરીશ
સુરત: છોટારાજન ગેંગનો સાગરિત ઓ.પી.સીંગના સાળા ધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે કારમાં આવી સિટીલાઇટ પર હિરા-પન્ના શોપિંગ સેન્ટરમાં બિલ્ડર ઓફિસમાં 25મી તારીખે બપોરે ઘુસીને સ્ટાફને ધમકી આપી હતી. અનિલ કાઠીએ બિલ્ડરને ફોન કરીને 10 લાખની ખંડણી માગી હતી. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાંધર્મેન્દ્ર પંજાબી અને માથાભારે અનિલ કાઠી તેના સાગરિતો સાથે આવતો જતો અને ઓફિસમાંથી જ ફોન પર ધમકી આપતાકેદ થઈ ગયા છે.
બિલ્ડરે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી
બિલ્ડરે શા માટે રૂપિયા આપવાના એવુ પૂછતાં ખંડણીખોરે જણાવ્યું કે તારે રૂપિયા આપવા પડશે, નહિ આપે તો તને મારી નાખીશ એવી ધમકી આપી હતી.ઘટનાને પગલે વેસુમાં રહેતા બિલ્ડરે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે અન્ડર વર્લ્ડ સાથે સંકળાયેલા ધર્મેન્દ્ર પંજાબી અને કુખ્યાત અનિલ કાઠી સહિત પાંચથી સાત સામે આઈપીસી કલમ 143, 147, 384, 452, 507 અને 511 મુજબનો ગુનો નોંધ્યો છે. વધુમાં ઓ.પી.સીંગની નાસિક જેલમાં હત્યા થઈ હતી.
1999માં લાકડાના વેપારી પાસે એક કરોડ માગ્યા હતા
અનિલ કાઠી 4 વાર પાસા અને 2 વાર તડીપાર થયો
અનિલ કાઠી સામે 10થી વધુ ગુના સુરત પોલીસમાં નોંધાયેલા છે, 25મી જુલાઇએ માથાભારે એક યુવક પાસેથી 1 કરોડની ખંડણી માંગી હતી. અનિલ કાઠીને કારણે એક યુવકે આપઘાતની કોશિષ કરી હતી. 10 વર્ષમાં અનિલ કાઠીને 4 વખત પાસામાં તેમજ બે વાર તડીપાર કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.