સુરતમાં વાલીઓએ શિક્ષકને મારતા આજે 400 શિક્ષકો હડતાલ પર, કમિશ્નરને આવેદનપત્ર આપ્યું

સુરત : સુરતમાં (Surat) થોડા દિવસ પહેલા આશાદીપ વિદ્યાલય-1નાં શિક્ષકે (Teacher) ધોરણ 12નાં વિદ્યાર્થીને માર માર્યો હતો. જે બાદ ઉશ્કારાયેલા વાલીઓએ શાળામાં જઇને માર મારનાર શિક્ષકને લાકડાથી ફટકાર્યો હતો. જેના પગલે આજે 400 જેટલા સ્કૂલનાં શિક્ષકો હડતાલ (Strike) પર છે અને સવારે 11 કલાકે કલેક્ટર અને પોલીસ કમિશ્નરને આવેદન પત્ર આપ્યું છે.

વરાછાનાં યોગીચોક વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલય-1માં વિદ્યાર્થીને માર મારવામાં આવતા વિવાદ થયો હતો. શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીને શિક્ષકે માર માર્યો જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જે બાદ ઘણાં જ વાયરલ પણ થયા હતાં. સમગ્ર ઘટના બાદ ઉશ્કેરાયેલા વાલીઓએ ગત બુધવારનાં રોજ શાળાએ દોડી આવતા મામલો બીચકયો હતો અને રોષે ભરાયેલા વાલીઓએ માર મારનાર સહિત અન્ય શિક્ષકોને લાકડાના ફટકા લઈને માર માર્યો હતો.શિક્ષકોને માર મરાતા ઈજાગ્રસ્ત થયેલા શિક્ષકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

આ આખી ઘટના વિવાદિત બનતા શાળાના સંચાલકોએ માર મારનાર શિક્ષકને સસ્પેન્ડ કરી દઈને સમાધાન કરી લેવામાં આવ્યું હતું. બાદમાં વાલીઓ સ્કૂલમાંથી જતાં રહ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.