સુરત ગ્રામ્ય વિસ્તારમાં, વય જૂથ મુજબ, વેક્સિન માટે રેડી કરાયા ડેટા

સુરત: સુરત જિલ્લામાં કોરોનાની વેક્સિન માટે તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આવતીકાલે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પાંચ કેન્દ્ર ઉપર વેક્સિન ડ્રાયરન યોજાશે.

આવતીકાલે સુરત જિલ્લામાં પાંચ કેન્દ્રમાં સવારથી વેક્સિનેશન ડ્રાયરન યોજાશે. જેમાં બારડોલી સીએચસી, કરચેલિયામાં આંગણવાડી તેમજ સાંધિયેર પીએચસી સહિત હજીરામાં ક્રિભકો હોસ્પિટલ ઉપરાંત માંડવીમાં તરસાડી નગરપાલિકા ખાતે વેક્સિન માટે મોકડ્રીલ યોજાશે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે કોરોનામાં મહુવાના એક પાંસઠ વરસની વય ધરાવતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. તેમનાં મોત સાથે જિલ્લામાં કોરોનામાં મરણાંક 286 થયો છે. સુરત જિલ્લામાં સોમવારે વધુ નવા 22 કેસ પોઝિટિવ નોંધાયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.