સુરતમાંથી મોબાઈલ ચોરીનું રેકેટ ઝડપાયું, 13 iPhone સહિત 92 મોબાઈલ સાથે યુવકની ધરપકડ, દુબઈમાં વેચતો હતો

સુરતઃ ચોરીના મોબાઇલ સસ્તામાં લઈને દુબઈમાં વેચી મારતા મોબાઇલના વેપારી આહમદ નુર ઉનવાલાને અઠવાલાઇન્સ પોલીસે બાતમીને આધારે પકડી પાડ્યો છે. તેની પાસેથી ચોરીના 92 મોબાઇલ તેમજ લેપટોપ મળીને 3.37 લાખનો મુદામાલ કબજે કર્યો છે. બાઇક પર મોબાઇલ સ્નેચીંગ કરતી ટોળકી ચોરીના મોબાઇલ અમીન મનસુરી આપતી હતી અને અમીન તે મોબાઇલ વેપારી આહમદ નુરને વેચાણ સસ્તામાં વેચાણ કરી દેતો હતો. વધુમાં પોલીસે જણાવ્યું કે પકડાયેલા વેપારી આહમદ નુર મોહમદ કાસમ ઉનવાલા(29)(રહે,સીન્ધીવાડ,ભાગાતળાવ)ની ભાગાતળાવમાં મોબાઇલની દુકાન છે.

ગ્રાઉન્ડ ફ્લોરમાં ભાડેની ઓફિસ રાખી હતી

જયારે ગોપીપુરામાં હકીમ મુલેરી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફલોરમાં ભાડેની ઓફિસમાં બેસીને આહમદ નુર ચોરીના મોબાઇલનો વેપલો કરતો હતો. ભારતમાં ચોરીના મોબાઇલ વેચાણ કરે તો આઈએમઈઆઈ નંબરના આધારે પકડાય શકે, જેથી વેપારીએ ચોરીના મોબાઇલ દુબઈમાં વેચી મારતો હતો. લગભગ 12 જેટલા મોબાઇલ વેચી કાઢયા હોવાની વાત સામે આવી રહી છે. વધુમાં પોલીસે જણાવ્યું કે ચોરીના ફોન આહમદ નુરને અમીન મનસુરી આપી જતો હતો. હાલમાં અમીન મનસુરી ફરાર છે. અમીન પકડાય તો ચોર ટોળકી પણ પકડાય શકે છે. અઠવા પીએસઆઈ એમ.આઈ.વસાવા તેમજ હે.કો. મોહસીન હુસેન સહિતના સ્ટાફને બાતમી મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.