સુરતઃહીરા બાગ સર્કલ નજીક આવેલી ખાનગી બેંકોની સામે જ એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી. કારના બોનેટમાં લાગેલી આગ એટલી ભીષણ હતી કે ધૂમાડાના ગોટા દેખાવા લાગ્યાં હતાં. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની બે ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા પાણી અને ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
હીરાબાગ સર્કલ નજીક લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લેતા લોકોમાં હાશકારાનો અનુભવ થયો હતો. જો કે, સમયસર આગ પર કાબૂ મેળવી લેવાતા કારના બોનેટ સિવાયના ભાગમાં આગ પ્રસરી નહોતી. આગળનું બોનેટ અને એન્જિનનો ભાગ બળીને ખાક થઈ ગયો હતો. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.આગમાં કોઈ ઈજા જાનહાનિ નોંધાઈ નહોતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.