ડુમસ પોલીસ સ્ટેશનમાં એરપોર્ટ તેમજ દિલ્હી એરપોર્ટ ખાતેના સ્પાઇસજેટમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલા યાત્રીનું બેગ ચોરાઈ જતા યાત્રીઓ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે. સુરત એરપોર્ટ પર આ પહેલી ઘટના હશે જ્યારે કોઈ યાત્રીએ ફ્લાઇટના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોય.
દિલ્હી થી સુરત સ્પાઇસ જેટ પ્લેન નંબર SG8475 માં ફરી સુરત એરપોર્ટ પર આવેલા યાત્રીએ સ્પાઈસ જેટના કર્મચારીઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. યાત્રી અનુસાર સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીના કારણે તેમની બેગ ચોરાઈ ગઈ છે. જે અંગે સુરત અને દિલ્હી એરપોર્ટ પર ફરજ બજાવતા સંબંધિત સ્પાઈસ જેટના અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુરતથી દિલ્હી જવા માટે રવાના થયેલા નરેશ મયાણી શહેરના જાણીતા ડાયમંડ કિંગ સવજી ધોળકિયાના હરે કૃષ્ણા એક્સપોર્ટ કમ્પનીના HR વિભાગમાં નોકરી કરે છે.
તેઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની બેગ ઉપર ક્રિષ્ના એક્સપોર્ટ તથા ક્રિષ્ના ડાયમંડ જ્વેલરી જેવી જાણીતી કંપનીના ટેગ લાગેલો હતો. તેમજ સ્પાઇસજેટના કર્મચારીઓ દ્વારા સ્કેનિંગ મશીનમાં તેમની વસ્તુઓ જોઈ હતી. જેથી કર્મચારીઓને જાણ હતી કે બેગમાંથી કીમતી વસ્તુઓ મળી આવી શકે. જેથી તેઓના જવાબદાર તમામ કર્મચારીઓ એકબીજાના મેળાપીપણામાં આ કૃત્ય કર્યું હોય શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.