ભાજપનો આક્ષેપ છે કે, ટીએમસી કાર્યકરો દ્વારા પોતાના કાર્યકરોને નિશાન બનાવાઈ રહ્યા છે. જેના વિરોધમાં ભાજપના કાર્યકરોએ આજે રાજ્યભરમાં પ્રતિકાત્મક ધરણા યોજ્યા હતા. પરંતુ ધરણા કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોને સુરતમાં સારો અનુભવ ન થયો. અહીં ભાજપના જ કાર્યકરો એ જ ધરણા કરવા નીકળેલા નેતાને સૂરત બતાવી દીધી.
કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં ભાજપના કાર્યકરોના આ પ્રદર્શનનોને સુરતમાં સપોર્ટ મળ્યો નહીં.
સુરતના મેયર માલી બોઘાવાલાના વિરોધમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેમડેસિવિર ઇન્જેકશનની વ્યવસ્થા, ઓક્સિજનને લઇને કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો
ભાજપના કાર્યકર્તા અને પૂણા ગામના ભાજપના હારેલા મહિલા ઉમેદવાર કોમલ પટેલે મેયર હેમાલી બોઘાવાલાને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી. તેમણે કહ્યું કે લોકોને ઓક્સિજન, રેમડેસિવિર નથી મળી રહ્યા, લોકો મરે છે તે સમયે મેયર વિરોધ કરવા નિકળ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.