સુરતના પલસાણા માંથી 12 વર્ષના બાળકના અપહરણ થયા બાદ નવ દિવસે મળી આવ્યો

સુરતઃપલસાણા તાતીથૈયા નજીકની રામદેવ સોસાયટીમાંથી 12 વર્ષના બાળકનું અપહરણ થયું હતું.28 સપ્ટેમ્બરના રોજ બપોરે ઘર આંગણે રમતાં બાળકનું અપહરણ થયું હતું. બાદમાં પોલીસે તપાસ હાથ ધરીને મોરબી પોલીસની મદદથી બાળકને નવમાં દિવસે મુકત કરાવ્યું હતું. બાળક સાથે કોઈ અભદ્ર કૃત્ય થયા અંગે પોલીસે સિવિલ હોસ્પિટલમાં બાળકનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. બાળકનું અપહરણ ખંડણી માટે કરાયું હોવાનું તેના પિતાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું.

મૂળ યુપીના અને તાંતીથૈયા નજીકની મીલમાં નોકરી કરતાં યુવકના 12 વર્ષના અપહરણ થયું હતું. બાળકનું નવ દિવસ અપહરણમાં રહ્યાં બાદ મોરબી પોલીસ સ્ટેશનના કર્મચારીઓને મળી આવ્યો હતો.મોરબી પોલીસે અપહરણના આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.બાદમાં કડોદરા પોલીસને અપાયો હતો. કડોદરા પોલીસે સીએચસી બાદ સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લાવ્યાં હતાં. બાળકને માર મરાતો હોવાથી ઝાંઘ પર ઈજાના નીશાન મળી આવ્યાં હતાં. બાળકે જણાવ્યું હતું કે બે રોટલી જમવામાં આપતાં હતાં.

પાંચ હજાર રૂપિયા ખાતામાં જમા કરાવી ઝડપી લેવાયા

આરોપીઓ બાળકના પિતા પાસે 40 હજાર અને 25 હજાર રૂપિયાની માંગ કરી રહ્યાં હતાં. બાદમાં બાળકના પિતાએ પાંચ હજાર રૂપિયા બેંકમાં જમા કરાવ્યાં હતા જેના આધારે પોલીસને ક્લૂ મળી જતાં આરોપીને મુક્ત કરાવવામાં સફળતા મળી હતી.કડોદરા પોલીસની ખાનગી તપાસ અને મોરબી પોલીસના સહકાર સાથે સચિન અપહરણ અને ખડણી કેસ ઉકેલાયો હતો.બાદમાં બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કે મારઝૂડ અંગે તબીબી અભિપ્રાય માટે પોલીસ સિવિલ લાવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.