સુરતના સરથાણા જકાતનાકા પાસે કારના એસી સર્વિસ સેન્ટરમાં વિકરાળ આગ

સુરતઃ સરથાણા જકાતનાકા પાસે ડી માર્ટની બાજુમાં પંચનાથ કાર એસી સર્વિસ સેન્ટરમાં મોડી રાત્રે આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસમાં આવેલા 3 જેટલી દુકાનપણ આગની લપેટમાં આવી ગઈહતી. આગને પગલે ફાયરના જવાનોને તાત્કાલિક દોડી આવીને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો અને ફાયરના જવાનોએ આજુબાજુના 6 ફાયર સ્ટેશનોની ગાડીઓને પણ ત્યાં બોલાવી પડી હતી.

ડીજીવીસીએલે વિસ્તારમાં પાવર કાપ કરી દીધો

સરથાણા જકાતનાકા પાસે ડી માર્ટની બાજુમાં પંચનાથ કાર એસી સર્વિસ સેન્ટરમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જેના પગલે ભાગદોડ મચી ગઈ હતી. એસી સર્વિસ સેન્ટરમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા આસપાસમાં આવેલા પલ ઓટો એજન્સી, કૃષ્ણા મોટર્સ, જલારામ એલાઈમેન્ટ ગેરેજમાં પણ એક પછી એક ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મોટાવરાછા ફાયર સ્ટેશન સિવાય ડુંભાલ, કાપોદ્રા તેમજ ઘાંચી શેરીમાંથી ફાયર બાઉઝર, ફાયર એન્જીન તેમજ વોટર ટેન્કરો રવાના કરાયા હતા. ડીજીવીસીએલે વિસ્તારમાં પાવર કાપ કરી દીધો હતો. વધુમાં ફાયરના સ્ટાફે જણાવ્યું કે આગ એક ફોર વ્હીલ ગાડીમાં લાગી હતી, જેમાં સીએનજી કીટ હતી. શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોય એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.