સુરત ની તાપી નદી બાદ હવે ખાડીમાં મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ બાદ સુરતની તાપી નદીમાં પાણીની આવક થયા બાદ મગર ઉપરવાસમાંથી તણાયને આવ્યો હોય તેવો અંદાજો છે. મગરને લઈને સરથાણા વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરતના છેવાડે આવેલ સરથાણા પાસે આવેલ નાની વાલક અને મોટી વાલક વચ્ચે આવેલી ખાડી કાંઠે મગર દેખાયો હતો. મગર દેખાતા આસપાસના ગામવાસીઓ મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા. ચોમાસામાં વરસાદ બાદ જે રીતે પાણીની આવક વધતા ઉપરવાસમાંથી મગર તણાઈને આવ્યાનો અંદાજ છે.
થોડા સમય પહેલા સુરતની તાપી નદીમાં પણ મગર દેખાયો હતો. ફાયર વિભાગ અને સ્થાનિક માછીમારો દ્વારા આ મગર ને પકડી ઉપરવાસમાં છોડી દેવામાં આવ્યો હતો. હવે ફરી મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિક લોકો સાથે ખાડી કિનારે કામ કરતા ખેતમજુર ખેતરમાં કામ કરવા જતા ડરે છે. જોકે આ મગર અનેક વખત ખેતરમાં આવતા હોવાની વાત સામે આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.