16 સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારે દ્વારા નવા ટ્રાફિકના નિયમની અમલવારી કરવામાં આવી હતી. જો કે, વાહન ચાલાકોની મુશ્કેલીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા વાહન ચાલકોને તેમના તમામ ડોક્યુમેન્ટ મેળવવા લેવા માટે બે વખત 15-15 દિવસનો સમય આપ્યો હતો. હવે આ સમય પૂર્ણ થઇ ગઈ છે અને 1 નવેમ્બરથી રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમોની અમલવારી શરૂ થઇ ગઈ છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુ દ્વારા પણ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની ટકોર કરવામાં આવી હતી. લોકોને કડકાઈથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે હવે સુરત ટ્રાફિક પોલીસે પણ તમામ તૈયારીઓ કરી દીધી છે.
1 નવેમ્બરના રોજ રાજ્યમાં નવા ટ્રાફિકના નિયમની અમલવારી થતાની સાથે જ સુરત પોલીસે એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું છે. આ ડ્રાઈવમાં પોલીસ વાહન ચાલકોને ટ્રાફિક નિયમ ભંગ બદલ દંડ કરશે. અત્યાર સુધી ટ્રાફિક પોલીસ લોકોને નવા ટ્રાફિકના નિયમને લઇને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહી હતી અને સમજાવટ બાદ હવે ટ્રાફિકના નિયમનું પાલન કરાવવા માટે સુરત પોલીસ કડક વલણ અપનાવશે. સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ 70 ટીમો તૈયાર કરવામાં આવી છે અને આ તમામ ટીમ સુરતના અલગ અલગ વિસ્તારના રસ્તાઓ પર નિયમ ભંગ કરતા વાહન ચાલકો પર નજર રાખશે અને ત્યારબાદ વાહન ચાલકને દંડ ફટકારશે.
ટ્રાફિક DCPએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તમામ લોકોને નવા મોટર વ્હીકલ એક્ટ વિષે માહિતી આપી છે અને હવે વાહન ચાલકોની તપાસ કરતા સમયે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નથી. દરેક વાહન ચાલકના ડોક્યુમેન્ટ તટસ્થ રીતે તપાસવામાં આવશે. વાહન ચાલક પોતાના તમામ ડોક્યુમેન્ટ DG લોકર અને M પરિવહન એપ પર પણ રાખી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.