સુરતના વરાછામાં રૂપિયા 5000 માં કોઈપણ ટ્રાયલ વગર લાયસન્સ કાઢી આપવાની લાલચ આપી સૌથી વધુ લોકો પાસેથી પૈસા પડાવી એજન્ટ ભાગી છૂટ્યો હતો જેને લઇ આજે ભોગ બનનાર તમામ લોકોએ એજન્ટની ઓફિસે હોબાળો મચાવ્યો હતો
મોટર વ્હીકલ એક્ટમાં નિયમોના ઉલ્લંઘન બદલ ભારેખમ દંડ લાગુ કરતાની સાથે જ આરટીઓ પર લોકોની લાંબી લાઈન લાગી રહી છે.લોકોની જરૂરિયાત અને મજબુરીનો ફાયદો ઉઠાવવા લેભાગુઓ પણ મેદાને પડયા છે.
જેથી વરાછા ખાતે આવેલ શ્રેયાંસ ડાયમંડ સેન્ટરનીઓફિસે લોકોએ ભેગા થઈ હોબાળો મચાવતા પોલીસ દોડી ગઈ હતી. હાલ તો વરાછા પોલીસે બનાવમાં પૂછપરછ શરૂ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.