સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન (SMC)ના વરાછા ઝોનમાં (Varacha Zone)માં કામ કરતાં સિનિયર ક્લાર્કે માનવતાનું ઉત્તમ ઉદાહારણ પુરૂં પાડ્યું.સુરત : દિવસે દિવસે સામાન્ય લોકોમાં અંગદાનની જાગૃતિ વધી રહી છે ત્યારે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના વરાછા ઝોનમાં ફરજ બજાવતાં સિનિયર ક્લાર્કની પત્ની બ્રેઈનડૅડ જાહેર થતાં તેમની કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન વરાછા ઝોનમાં RTI વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશ મોદીએ તેમના પત્ની સોનલબેન બ્રેઇનડૅડ જાહેર થયાં હતાં. બે દીકરીની માતા સોનલ રાજેશકુમાર મોદીને મે મહિનામાં શારીરિક તકલીફ લાગતાં ડૉ.પાર્થિવ દેસાઈએ તેમને એમ.આર.આઈ. કરાવવાની સલાહ આપી હતી.
MRI રીપોર્ટમાં મગજમાં લોહીનો ફૂગ્ગો (brain aneurysm) હોવાનું નિદાન થયું હતું. દરમિયાન પરિવારજનોએ સુરતના જુદા-જુદા ડૉકટરોને રીપોર્ટ બતાવતાં તબીબે ઑપરેશન કરાવવાની સલાહ આપી હતી. આથી 3 સપ્ટેમ્બરના રોજ પરિવારજનો એ સોનલબેનને ઑપરેશન માટે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કર્યા. 5 સપ્ટેમ્બરના રોજ ડૉ.મિલિન્દ સાખી તેમજ ડૉ.ઉદય લીમાયાએ સોનલ મોદીના મગજના પાછળનાં ભાગના દબાણને દુર કરવા માટેનું ઑપરેશન કર્યું હતું, ત્યારબાદ 11 અને 14 સપ્ટેમ્બરના રોજ મગજમાં લોહીનો પ્રવાહ બદલવા માટે સ્ટૅન્ટ મુકવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.