સુરતની ખરાબ સવાર, 10 કરોડના હીરા લઈને માલિક ફરાર તો 5 કરોડનું કાપડ બજારમાં ઉઠમણું

સુરતની સવાર આજે સારી નથી. અડાજણ વિસ્તારમાં 10 કરોડના હીરા લઈને જ્વેલર્સ ફરાર થઈ ગયા છે તો વળી દિવાળી તાકડે જ કાપડ બજારમાં 4 કરોડની છેતરપિંડીની 5 ફરિયાદ થઈ છે. 

સુરતમાં સવાર સવારમાં કરોડોના હીરાની ઉચાપત અને છેતરપિંડીના મામલા સામે આવતા સુરતીઓની દિવાળી બગડવાના સંકેત મળી રહ્યા છે. અડાજણમાં 10 કરોડના હીરા લઈને વેપારી ફરાર છે તો કાપડબજારમાં 4 કરોડની છેતરપિંડીની ફરિયાદ સામે આવી છે.

209 વેપારીઓનું ફુલેકુ ફેરવીને ફરાર

સુરતના અડાજણ વિસ્તારમાં 10 કરોડના હીરા લઈને એક જવેલર્સ ફરાર થયો છે. 10 કરોડના હીરા લઈને માલિક ભૂગર્ભમાં ઉતર્યા છે. વરાછા વિસ્તારમાં વેપાર કરતા પરીખ બંધુઓ 209 વેપારીઓનું ફુલેકુ ફેરવીને ફરાર થયા છે.

વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજેશ પરીખ, હિમાંશુ પરીખ, રાજુ ભરવાડ, નરેશ મહેતા સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. વરાછા પોલીસે ગુનો નોંધીને પરીખ બંધુઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

5 કરોડના ઉઠામણાની ફરિયાદો

દિવાળી પહેલા જ કાપડ માર્કેટમાં ઉઠામણું થયું છે. કાપડ માર્કેટિમાં અલગ અલગ કિસ્સામાં 4 કરોડની છેતરપિંડીની 5 ફરિયાદ નોંધાઇ છે. જેમાં કાપડ માર્કેટના વેપારી 2.59 કરોડનું ફુલેકું ફેરવી ફરાર થઇ ગયા છે. આદર્શ માર્કેટનો વેપારી 1.67 કરોડ અને મહારાષ્ટ્રના ઔરંગાબાદનો વેપારી 22 લાખની ઠગાઇ કરી ફરાર થઇ ગયો છે. કુલ 5 કરોડના ઉઠામણાની અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.