સુરતની રઘુવીર સેલિયમ માર્કેટમાં આગ, વેપારીઓને અબજો રૂપિયાનું નુક્સાન

સુરત- કડોદરા રોડ ઉપર સારોલીમાં આવેલી રઘુવીર સેલિયમ માર્કેટમાં મંગળવારની રાતે લાગેલી ભીષણ આગમાં કરોડો રૂપિયાનુ કાપડ ઉપરાંત, દુકાનમાં ર્ફિનચર, વાયરિંગ, એસિ., કમ્પ્યુટર સહિતનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આગનો કોલ મળતાં 90 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતાં. 200 ફાયર જવાનોનો કાફલો આગ પર કાબૂ મેળવવા 14 કલાક લાંબી મથામણ કરી હતી અને આખર બુધવારે સવારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

ફાયર પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર કડોદરા હાઇવે પર સારોલીમાં આવેલી રઘુવીર માર્કેટમાં રાત્રે 2 વાગે બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. રસ્તા પરથી કારમાં પસાર થતા વેપારીનું ધ્યાન આગ પર જતા તેણે ફાયરને કોલ કર્યો હતો. બાદમાં પોલીસને કોલ કરવામાં આવતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ફાયર અધિકારીઓએ જણાવ્યુ કે આગ દુકાનની અંદર લાગી હતી. દુકોનમાં મોટા પ્રમાણમાં ફિનિશ્ડ કાપડનો જથ્થો ભર્યો હતો, તેથી, આગ પર કાબૂ મેળવવો ખૂબ અઘરો હતો. રઘુવીર સેલિયમ માર્કેટમાં 16 ફૂટની હાઇટવાળા 7 માળનું બાંધકામ કરવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં 700થી વધુ દુકાન છે. માર્કેટમાં 70 ટકા દુકાન ચાલુ થઇ ગઇ હતી. દુકાનદારોએ દુકાનમાં ગોડાઉન બનાવી દીધા હતા. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો સંઘરવામાં આવ્યો હતો. વેપારીઓએ જણાવ્યું કે આગને કારણે અંદાજિત 100 દુકાન બળીને ખાખ થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.