સુરત કલેક્ટર ડો.ધવલ પટેલનુ નિવેદન સામે આવ્યુ છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, સુરતની સ્થિતિ હજુ પણ વધુ ગંભીર થઈ શકે છે
સુરત કલેક્ટર ડો.ધવલ પટેલે જણાવ્યુ હતુ કે, સુરતની સ્થિતિ હજુ ગંભીર બની શકે છે
ઓક્સિજનની જરૂરિયાત વાળા કેસોની સંખ્યા વધી છે. જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળે તેવી અપીલ છે. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની માહિતી મેળવાઈ રહી છે. કન્ટેઇનમેન્ટ ઝોન સહિતના મુદ્દા પર માહિતી એકત્ર કરાઈ રહી છે. દર્દીઓના સગાઓએ ઇન્જેક્શન લેવા જવાની જરૂર નથી.
શહેરના મુખ્ય 3 સ્મશાન ગૃહો સતત ચાલુ રહ્યા હતા. પ્રોટોકોલ મુજબ રાઉન્ડ ધ ક્લોક અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી રહી છે. આખી રાત જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમીમાં શબવાહીની લાઇન લાગેલી રહી હતી.
એક જ દિવસમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં 60થી વધુ મૃતદેહોના અંતિમસંસ્કાર કરાયા હતા જ્યારે વહેલી સવારે શબવાહીનીની લાંબી લાઇનનો વીડિઓ વાયરલ થયો હતો. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોના પ્રોટોકોલ મુજબ મૃતદેહો ના અંતિમવિધિ માટે ગેસ ની 3 ભઠ્ઠી અનામત રખાઈ છે.
ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.