સુરતમાં ફેસબુક થકી પાંગરેલો પ્રેમસંબંધ રાખવાનો ઇન્કાર કરનાર એક સંતાનની માતાને બદનામ કરતા મેસેજ પતિ, પુત્ર સહિતના પરિજનોને મોકલાવ્યા હતા.અને બદનામ કરવા ઉપરાંત એસિડ એટેકની ધમકી આપ્યાની ફરિયાદ કતારગામ પોલીસમાં નોંધાય છે.
કતારગામની વિસ્તારમાં રહેતા માર્કેટીંગ એજન્ટની પત્નીનો ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર બોટાદના જગદીશ મુંધાવા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને એકબીજાને સમયાંતરે અમદાવાદ અને સુરતમાં મળતા હતા.પરંતુ બંને વચ્ચેના અનૈતિક સંબંધ માત્ર છ મહિનામાં તૂટી ગયા હતા. જેથી અકળાયેલા જગદીશે યુવતીની જ્યાં નોકરી કરતી હતી તે દુકાનદારને વોટ્સએપ પર સુસાઇડ કરવાની ધમકી આપતો વીડિયો મોકલાવતા યુવતીએ કતારગામ પોલીસમાં અરજી કરી હતી. પરંતુ જગદીશે માફી માંગી જે તે વખતે સમાધાન કરી લીધું હતું.
ગત 11 એપ્રિલે જગદીશે યુવતીની જેઠાણી અને દુકાનના માલિકને ફોન કરી પોતાની સાથે વાત કરાવવા અને પૈસાની લેતીદેતીનો કોર્ટમાં કેસ કર્યો હતો.અને ત્યારબાદ દુકાનના માલિકને દુકાન બંધ કરાવવાની, યુવતી પર એસિડ એટેક કરી મારી નહીં થાય તો કોઇની નહીં થવા દેવાની ધમકી આપી હતી.તેમજ આ ઉપરાંત સ્ત્રીની મર્યાદાને લાંછન લાગે તેવો બિભત્સ મેસેજ યુવતીના પુત્ર અને પતિને મોકલાવી બદનામ કરતો હતો. જગદીશની પત્નીએ પણ યુવતીને રૂબરૂ મળી તારો ફોટો અને વીડિયો મારા પતિ પાસે છે, જો તું વાત નહીં કરશે તો તને બદનામ કરશે એમ કહીં માનસિક ત્રાસ ગુજાર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.