ભારતે શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)મા સીટ સુરક્ષિત કરવા માટે અભિયાનની શરૂઆત કરી છે. ભારતે કહ્યું કે વિશ્વમાં આજે જેવો માહોલ છે તેમાં ભારત અગત્યની ભૂમિકા નિભાવી શકે છે. વિદેશમંત્રી એસ.જયશંકરે આ અવસરે એક પુસ્તિકા લોન્ચ કરી હતી. તેમાં અભિયાન માટે ભારતની પ્રાથમિકતાઓ દર્શાવવામા આવી છે.
ભારતની પસંદગી થશે તો 8મો કાર્યકાળ હશે સુરક્ષા પરિષદની પાંચ અસ્થાયી સીટો મોટા 17 જૂનના ચૂંટણી યોજાશે. ભારત જો ચૂંટાશે તો આ 8મો કાર્યકાળ રહેશે જે બે વર્ષ માટે જાન્યુઆરી 2021થી શરૂ થશે. ભારતની જીત નક્કી મનાય છે. એશિયા પેસિફિક ક્ષેત્રીય સમુહનું સમર્થન મેળવનાર ભારત એકમાત્ર સભ્ય છે.
જયશંકરે કહ્યું કે આપણે સુરક્ષા પરિષદમાં દસ વર્ષ પહેલા ચૂંટાયા હતા. આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને લઇને ચાર વિભિન્ન પડકારોનો સામનો કરી રહ્યા છીએ. પહેલો- તણાવ વધવાના લીધે આંતરરાષ્ટ્રીય શાસનની સામાન્ય પ્રક્રિયા વધુ દબાણ અનુભવી રહી છે. બીજો-પરંપરાગત અને બિન પરંપરાગત સુરક્ષા પડકારો અનિયંત્રિત રીતે વધ્યા છે. આતંકવાદ જેવી સમસ્યા તેનું યોગ્ય ઉદાહરણ છે. ત્રીજો- વૈશ્વિક સંસ્થાનોને ઓછા આંકવામા આવે છે તેથી તે વધુ સારા પરિણામ આપવામાં ઓછા સક્ષમ છે. ચોથો- કોરોનાવાયરસ મહામારી અને તેનાથી થનારા આર્થિક નુકસાન દુનિયાની આકરી પરીક્ષા લેશે, આવું પહેલા ક્યારેય નથી થયું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.