સુરેન્દ્રનગરમાં કોરોનાનો પગપેસારો, પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા ફફડાટ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. થાન ખાતે રહેતા 61 વર્ષના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. દર્દીનું નામ ઘુઘાભાઈ બાવળીયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દર્દીની બોટાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. જિલ્લામાં સૌ પ્રથમ કોરાના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ઉઠી છે.

કુલ દર્દી 2626, 112ના મોત અને 258 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 1652 69 113
વડોદરા 218 11 53
સુરત 456 13 13
રાજકોટ 41 00 12
ભાવનગર 33 05 18
આણંદ 33 02 09
ભરૂચ 29 02 03
ગાંધીનગર 19 02 11
પાટણ 15 01 11
નર્મદા 12 00 00
પંચમહાલ 12 02 00
બનાસકાંઠા 16 00 01
છોટાઉદેપુર 11 00 03
કચ્છ 06 01 01
મહેસાણા 07 00 02
બોટાદ 11 01 00
પોરબંદર 03 00 03
દાહોદ 04 00 00
ખેડા 05 00 01
ગીર-સોમનાથ 03 00 02
જામનગર 01 01 00
મોરબી 01 00 00
સાબરકાંઠા 03 00 02
મહીસાગર 9 00 00
અરવલ્લી 18 01 00
તાપી 01 00 00
વલસાડ 04 01 00
નવસારી 01 00 00
ડાંગ 01 00 00
સુરેન્દ્રનગર 01 00 00
કુલ 2626 112 258

સાયલા ગામમા પ્રવેશતા 6 જેટલા રોડ બ્લોક કરવામા આવ્યા
સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં રાત્રીના સમયે જુદા જુદા રસ્તાઓમાંથી ગામની અંદર બહારના જિલ્લામાંથી આવીને પ્રવેશ કરતા હતા તેના કારણે આરોગ્ય વિભાગને પણ હોમ કોરોન્ટાઇન કેસોમા વધારો જોવા મળતા સાયલા બાયપાસથી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગામમાં પ્રવેશતા 6 જેટલા રોડ બ્લોક કરવામાં આવ્યાં છે. સાયલાથી નજીક પડતા જિલ્લાઓ બોટાદ, રાજકોટ, અમદાવાદ તરફથી સાયલા શહેરમા પ્રવેશવાના તમામ માર્ગોને બંધ કરવામા આવ્યા. શહેરના સરોવરીયા મહાદેવ સોમનાથ સોસાયટી બગીચા પાસે આવા રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા છે જેના કારણોસર બહારથી આવનારી કોઈપણ વ્યક્તિ ગામની અંદર પ્રવેશી ન શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.