સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોથી બાઈક અને કાર સહીતના વાહનોનું વેચાણ ખૂબ વધ્યુ છે. વેચાણ વધવાની સાથે તંત્રને રજીસ્ટ્રેશન પેટે પણ સારી આવક થઈ રહી છે. છેલ્લા ત્રણ વર્ષોની સુરેન્દ્રનગર આરટીઓને રજીસ્ટ્રેશનની આવક પર નજર કરીએ તો ગત વર્ષ 2021-22માં સૌથી વધુ આવક થઈ છે.અને આ વર્ષ દરમિયાન 19,933 વાહનો વેચાયા હતા જેના રજીસ્ટ્રેશન પેટે તંત્રને રૂપીયા દોઢ કરોડથી વધુની આવક થઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક દાયકામાં મોંઘવારી વધી છે તેની સામે લોકોની આવક પણ વધી છે. આ ઉપરાંત બાઈક અને કાર કંપનીઓ લોન પર વાહન દેવા લાગતા અનેક ગરીબ પરિવારો પણ બાઈક અને મધ્યમવર્ગીય પરીવારો પણ કાર લેતા થઈ ગયા છે. ત્યારે છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો જિલ્લામાં વાહનોના વેચાણમાં વધારો આવ્યો છે. ગત વર્ષ કોરોનાનું હતુ તેમ છતાં બાઈક, કાર સહીતના 17,978 વાહનોનું વેચાણ થયુ હતુ. જયારે ત્યારબાદ વર્ષ એટલે કે, ગત નાણાકીય વર્ષ દરમીયાન પણ વાહનો ખુબ વેચાયા છે. ગત વર્ષે 19,933 વાહનોનું કુલ વેચાણ થયુ હતુ. જેમાંથી 1,28,810 બાઈક અને 4,128 કાર હતી. ગત વર્ષના 19,933 વાહનોના વેચાણથી સુરેન્દ્રનગર આરટીઓને રૂપીયા 1,58,10,000ની આવક થઈ છે.અને છેલ્લા ત્રણ વર્ષના આરટીઓના રજીસ્ટ્રેશનની આવકના આંકડા પર નજર કરીએ તો ગત વર્ષની આવક સૌથી વધુ આવક છે.
કાર અને બાઈક બનાવતી કંપનીઓ દર વર્ષે વાહનોમાં ભાવ વધારો ઝીંકે છે. જેમાં દર વર્ષે બાઈકમાં રૂપીયા 8 થી 10 હજારનો અને કારમાં રૂપીયા 40 થી 50 હજારનો ભાવ વધારો આવતો હોય છે. અને ત્યારે ભાવ વધારો આવવા છતાં લોકોની ખરીદશકતી વધતા વાહનોનુ ધુમ વેચાણ થઈ રહ્યુ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોઈને લોનથી કાર કે બાઈક લેવુ હોય તો તુરંત મળી શકે છે. કાર અને બાઈકના શો રૂમ પર જ બેંકના કર્મચારીઓ બેઠા હોય છે અને તુરંત કાગળીયા કરી આપે છે. માત્ર નજીવુ ડાઉન પેમેન્ટ ભરવાથી વાહનો લોકો ઘરે લઈને જઈ શકે છે. બેંક દ્વારા ક્રેડીટ કાર્ડ થકી પણ વાહનોની લોન અપાય છે.અને આથી લોકો લોન પર તુરંત વાહન લઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.