સુરેન્દ્રનગર-દફનાવેલી બાળકીને બહાર કાઢી મતૃદેહ સાથે દુષ્કર્મ થવા મામલે આ હકીકત આવી સામે

સુરેન્દ્રનગર થાનગઢની અંદર દોઢ વર્ષની મૃત બાળકીને દફનાવવામાં આવી હતી ત્યારે ત્યાંથી મૃતદેહને બહાર કાઢીને તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યાના આશંકા મામલે હકીકત સામે આવીટ છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મ નથી થયું. આ રીપોર્ટ પરથી મોટો ખુલાસો થયો છે.

News Detail

આ પ્રકારના આક્ષેપો થતા તત્કાલ સુરેન્દ્રનગર પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ મામલે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલની મદદ લેવામાં આવી હતી. જો કે, આખરે આ ઘટના મામલે મોટો ખુલાસો થયો છે. બહાર કાઢવામાં આવેલાચ બાળકીના મૃતદેહ સાથે દુષ્કર્મ ન થયું હોવાનું સામે આવ્યું છે. કોઈ ઈજાના નિશાન પણ જોવા નથી મળ્યા.

આ હતો સમગ્ર મામલો 
સમગ્ર મામલાની વાત કરીએ તો 25 ફેબ્રુઆરીના રોજ બાળકીને થાનગઢમાં દફનાવવામાં આવી હતી ત્યારે બીજા દિવસે ખાડાની બહાર મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આ મામલે મૃતદેહની હાલત જોઈ પરીવારને આ મામલે શંકા ગઈ હતી. આ પછી પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપ્યો હતો. બાળકીને જન્મથી જ હૃદયની બીમારી હતી અને તેની સારવાર ચાલી રહી હતી.

સારવાર દરમિયાન 25 ફેબ્રુઆરીના રોજ તેમનું મૃત્યુ થયું હતું. આ પછી, પરંપરા અનુસાર, તેણે બાળકીને કબ્રસ્તાનમાં દફનાવી હતી. જો કે, આ મામલો સામે આવતા સૌ કોઈમાં ચર્ચા થઈ હતી. ત્યારે રીપોર્ટમાં આ હકીકત અત્યાર પુરતી સામે આવી છે. જો કે, ખાડો કેવી રીતે ખોદાયો મૃતદેહ કેવી રીતે બહાર આવ્યો તે અંગે પણ સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.